જયારે રેખા શુટિંગ છોડીને અધવચ્ચે અમિતાભ સાથે સુઈ જતી હતી અને પછી….થયું કંઈક આવું, સાંભળો આ કિસ્સો…
મિત્રો, બોલીવૂડ ફિલ્મજગત ના કલાકારો અવારનવાર કોઈ ને કોક કારણોસર મીડિયામા ચર્ચામા રહેતા હોય છે ત્યારે આજે આ લેખમા અમે તમને એક એવો કિસ્સો સંભળાવવા જઈ રહ્યા છીએ, જે સદાબહાર અભિનેત્રી રેખાએ ‘સુપર ડાન્સર-૩’ ના સેટ પર સંભળાવ્યો હતો.
આ કિસ્સો છે વર્ષ ૧૯૭૯ મા આવેલી ફિલ્મ “સુહાગ” નો કે જેમા તે અમિતાભ બચ્ચન સાથે હિરોઈન ની ભૂમિકા ભજવી રહ્યા હતા. આ ડાંસ શો મા એક સ્પર્ધકે આ ફિલ્મના ‘હે નામ રે સબસે તેરા નામ’ ગીત પર પરફોર્મ કર્યુ હતુ. આ પરફોર્મન્સ જોઇને રેખા ભૂતકાળની યાદોમા ખોવાઈ ગઈ હતી.
રેખાએ જૂની યાદો ને તાજી કરતા જણાવ્યુ કે, કેવી રીતે તે આ ફિલ્મના એક શોટની વચ્ચે સૂઈ રહેતી હતી અને તેણે આ ફિલ્મનુ શૂટ સુતા-સુતા જ પૂર્ણ કર્યુ હતુ. આ શો ના હોસ્ટે જ્યારે કહ્યું કે, લોકો આ ગીત ને તેમના નામથી ઓળખે છે, માટે તેમને આ ડાન્સ પરફોર્મન્સ કેવુ લાગ્યુ?
તે જાણીએ. તો આના પર તેમણે અમિતાભ બચ્ચન નુ નામ લીધા વિના તેમની તરફ ઈશારો કરતો હોય તેવો જવાબ આપ્યો, ‘ફક્ત મારા નામથી જ જાણો છો? ફક્ત હુ જ? આગળ નથી બોલવુ’
આ પછી રેખા એ ડાંસ પરફોર્મન્સ પર પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યુ કે, હુ તમારુ ડાંસ પરફોર્મન્સ જોઈ રહી હતી અને મને આ ફિલ્મ સાથે જોડાયેલી ઘણી જૂની સ્મૃતિઓ યાદ આવે છે. આ ફિલ્મ નુ નામ છે ‘સુહાગ’. આ ગીત ને રાત્રી દરમિયાન શૂટ કરવામા આવતુ હતુ અને આ ગીતને પૂર્ણ થવા માટે એક અઠવાડિયુ લાગ્યુ હતુ.
હુ સવારે વહેલી ઉઠવાવાળી વ્યક્તિ, પાંચ વાગ્યે એટલે ઉઠી જતી. ફૂલ નાઈટ શિફ્ટ ના કારણે આખો દિવસ ખુબ જ નીંદર આવતી એટલે હુ સેટ પર રહેલી દેવી માતાની મૂર્તિ પાછળ સુઈ જતી હતી અને તેણી સુતી હતી અને કહી દેતી હતી કે, જ્યારે મારો શોટ હોય ત્યારે તેની પાંચ મિનિટ પહેલા મને ફોન કરવો. અમિતાભ અને રેખાની લવ સ્ટોરીથી તો સૌ કોઈ વાકેફ છે.
સંપૂર્ણ ફિલ્મજગતમા તે સમયે તેમના પ્રેમના કિસ્સાઓ ની ચર્ચા ખુબ જ થતી હતી પરંતુ, ભાગ્ય ને કઈક બીજુ જ મંજુર હતુ અને આજે તેમના રસ્તાઓ અલગ થઇ ચુક્યા છે. અમિતાભે જયા બચ્ચન સાથે લગ્ન કર્યા, જ્યારે રેખા હજી પણ સિંગલ છે.