અરે…વાહ…રેડ કાર્પેટ પર સ્ટેજ ચાલવા લાગ્યું, આ દ્રશ્યો જોઈ તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા – જુઓ વિડીયો
BAPS સંસ્થા દ્વારા ગુજરાતના અમદાવાદ ખાતે પ્રામુચ સ્વામીના શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
BAPS સંસ્થાના સંચાલન, વ્યવસ્થા અને ટેકનોલોજીનો ઉપયોગ જોઈને વડાપ્રધાન સહિત દેશના તમામ લોકો દંગ રહી ગયા હતા.
દરેક માટે સૌથી મોટું આશ્ચર્ય એ હતું કે પ્રમુખસ્વામી મહારાજ નગરના મુખ્ય પ્રવેશદ્વારના ઉદ્ઘાટન માટે સ્ટેજ પર બેઠેલા મહાનુભાવોને ચાલવું ન પડે તે માટે સ્ટેજ પોતે જ રેડ કાર્પેટ પર ફરવા માંડ્યું. જેને જોઈને તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
રેડ કાર્પેટ સ્ટેજ પર આગળ વધે એવી ટેકનોલોજીની અદભુત વ્યવસ્થા કરવામાં આવી. આ અનોખુ સ્ટેજ જોઈને બધા લોકો વિચારતા જ રહી ગયા. આ એતિહાસિક ઘડી એ તમામ લોકો ને સ્તબ્ધ કરી દીધા હતા.
આ ભવ્ય કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો એ પણ હાજરી આપી હતી. જેમાં અમદાવાદના મેયર કિરીટ પરમાર, હાર્દિક પટેલ, અમિત પી. શાહ, કૌશિક જૈન, જીતુ વાઘાણી, પંકજ દેસાઈ અને અમિત ઠાકર સહીત લોકો હાજર રહ્યા હતા..
તેમજ સાથે સાથે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, પૂર્વ મંત્રી રજની પટેલ પણ સ્થળ પર આવી ગયા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી પણ હાજર રહ્યા હતા.