બેકિંગ સોડાથી તમારી સ્કિન બનશે એટલી સુંદર કે મોંઘા ફેશીઅલને પણ તમે કહી દેશો, બાય..બાય…..

બેકિંગ સોડા મોટા ભાગે રસોઈ માં ઉપયોગી છે. કેક, કુકીઝ, પેસ્ટ્રી વગેરે જેવી વસ્તુ બનાવવા માટે આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ.આ ઉપરાંત તેનો ઉપયોગ આપણી સુંદરતા વધારવા માટે પણ થાય છે.

ત્વચાને સુંદર રાખવા માટે આપણે ઘણી બધી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જે ઘણી વખત આપણી ત્વચાને ખુબ જ નુકશાન પણ પહોંચાડતી હોય છે. તો ચાલો જાણીને કે સામાન્ય બેકિંગ સોડા તમને કઈ રીતે ખુબસુરત બનાવી શકે છે.

ચહેરાની ચમક વધારવા માટે

ड्राईनेस ही नहीं ग्लिसरीन से दूर होंगे चेहरे पर पड़े जिद्दी दाग भी - glycerine-benefits-for-skin-in-winters - Nari Punjab Kesari

બ્લેકહેડ્સથી લઈને ખીલ, સ્પોટ્સ વગેરે જેવી સમસ્યામાં બેકિંગ સોડા સૌથી બેસ્ટ ઉપાય છે. તેના માટે એક ચમચી બેકિંગ સોડામાં એક ચમચી પાણી ઉમેરી બંનેને બરાબર મિક્સ કરીને તે પેસ્ટને ચહેરા પર લગાવી હળવા હાથે સ્ક્રબ કરવું.

આ ઉપાયથી ત્વચા પર ડેડ સેલ્સ હટી જશે અને નવા સેલનું નિર્માણ કરશે જેનાથી ચહેરાનો ગ્લો વધી જશે.પરંતુ આ પ્રયોગ માત્ર અઠવાડિયા માં બે જ વાર કરવો.

કાળા હોંઠને બનાવશે ગુલાબી

કાળા પડેલાં હોઠને નેચરલી ગુલાબી કરશે આ હોમમેડ લિપબામ - GSTV

ગુલાબી હોંઠ હોય તો ચહેરો ખુબ જ સુંદર અને આકર્ષક દેખાય છે. પરંતુ ચહેરા પરના કાળા હોંઠ ચહેરાના લુકને ખરાબ કરે છે. પરંતુ કાળા હોંઠને તમે બેકિંગ સોડાની મદદથી ગુલાબી બનાવી શકો છો.

તેના માટે અડધી ચમચી બેકિંગ સોડામાં થોડું મધ ઉમેરવું. ત્યાર બાદ તે પેસ્ટને હાથમાં લઇ હોંઠો પર લગાવી હળવા હાથે મસાજ કરવી. પ્રયોગ કરતા જ તમને ફરક જણાશે.

ખીલ અને મસા

આ ૩ સરળ ઘરેલું ઉપાયથી ખીલને કારણે પડેલા ખાડાઓને મૂળમાંથી હમેશા માટે કરો દુર - Gujju Kathiyawadi | GujjuKathiyawadi.com

તમે ખીલ અને મસાથી પરેશાન છો તો બેકિંગ સોડા તેના માટે વરદાન સ્વરૂપ છે.બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને તે પેસ્ટને જ્યાં ખીલ અને મસા થયા છે તે ભાગ પર લગાવવા.

ત્યાર બાદ 2 થી 3 મિનીટ સુધી પેસ્ટ લગાવી રાખવી ત્યાર બાદ ચહેરાને થોડા હલ્કા ગરમ પાણીથી ધોઈ લેવો. અઠવાડિયામાં આ પ્રયોગ બે વખત કરવો તેનાથી ફાયદો થશે.

દાંત ચમકાવે છે

કરો આ ઉપાય તો દાંત બનશે દૂધ કરતા વધુ સફેદ. જાણો તમે પણ આ વાત. - Laherilala

મિત્રો એક આકર્ષક સ્માઈલથી ચહેરો ખુબ જ ખુબસુરત દેખાય છે. અને એવામાં જો દાંત સફેદ ન હોય તો ચહેરાની સ્માઈલ ખુબ જ ફીકી પડી જાય છે.

બેકિંગ સોડા દાંત માટે માઈલ્ડ બ્લીચનું કામ કરે છે. બેકિંગ સોડા દાંતમાં ઘસવાથી દાંત એકદમ સફેદ બની જાય છે.  આ ઉપરાંત મોંમાં રહેલી એસીડીટીને ખતમ કરે છે અને દાંતમાં રહેલી કેવીટીને દુર કરે છે.

બ્લેકહેડ્સ

ચપટીમાં દૂર થશે ચહેરા પરના બ્લેકહેડ્સ, અપનાવો આ ઉપાય | to get rid of black head problem beauty Tips

જો તમારી સ્કીન ઓઈલી છે તો બ્લેકહેડ્સ થવા ખુબ જ સામાન્ય વાત છે. બ્લેકહેડ્સ ચહેરા પર બિલકુલ સારા નથી લાગતા. બ્લેકહેડ્સને દુર કરવા માટે બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરી તેને બ્લેક હેડ્સ પર લગાવવાથી બ્લેકહેડ્સથી છુટકારો મળશે.

ઓઈલી સ્કીનમાં આપે છે રાહત

ત્વચા પર સ્ટ્રોબેરી અને દહીં લગાવવાના ફાયદા... | What happens your skin when you apply strawberry curd - Gujarati Oneindia

ઠંડીની ઋતુ હોય કે ગરમીની ઋતુ ઓઈલી સ્કીન પરેશાન કરતી હોય છે.  તેનાથી છુટકારો મેળવવા માટે બેકિંગ સોડા રામબાણ ઈલાજ છે.તેના માટે બેકિંગ સોડા ફેસ પર લગાવવો.

તેના માટે એક ચમચી બેકિંગ સોડામાં એક ચમચી પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી લેવી. ત્યાર બાદ તે પેસ્ટ ચહેરા પર લગાવી બે ત્રણ સેકન્ડ સુધી મસાજ કરવી જોઈએ. ત્યાર બાદ તે પેસ્ટને 10 મિનીટ સુધી ચહેરા પર લગાવી રાખવી ત્યાર બાદ ચહેરાને ધોઈ લેવો.

દાગ અને ધબ્બા દુર કરે છે

From Acne Woes To Skin That Glows - A Skincare Success Story - The Daily Dose Skincare Blog | Dr Dennis Gross Skincare

દાગ અને સ્પોટ ચહેરાને બદસુરત બનાવે છે. તેના માટે અડધો કપ બેકિંગ સોડા લેવા ત્યાર બાદ તેમાં એક લીંબુનો રસ ઉમેરવો. બંનેને મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી.

ત્યાર બાદ તેને ચહેરા પર લગાવવી અને સુકાઈ જાય ત્યાં સુધી લગાવી રાખવી. ત્યાર બાદ સ્વચ્છ પાણીથી ચહેરો સાફ કરી લેવો. તમે ઈચ્છો તો લીંબુની જગ્યાએ મધનો પણ ઉપયોગ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *